મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઈ ઠક્કરને પ્રકૃતિ ભ્રમણ દરમિયાન મળ્યું અલભ્ય મોરપીંછ; પીંછની અંદર સર્પનો આકાર સ્પષ્ટ દેખાયોમોરબી અપડેટ : પ્રકૃતિના ખોળે અનેક અજાયબીઓ છુપાયેલી છે. મોરબીના પર્યાવરણપ્રેમી અને મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઇ ઠક્કરને તાજેતરમાં એમની અલગારી રખડપટ્ટી દરમ્યાન એક અલભ્ય અને સર્પનાં સંકેત વાળું મોરપીંછ પ્રાપ્ત થયું હતું.આ મોરપીંછમાં જોઈ શકાય છે તેમ તેના કેન્દ્રમાં બરોબર વચ્ચે સાપની ફેણની પ્રતિકૃતિ ઉપસી આવેલી છે અને ઉપરના ભાગે સાપની જીભ જેવો આકાર સ્પષ્ટ જોવા મળે છે. પ્રથમ નજરે જોતા જ આ મોરપીંછમાં કોઈ સાપ ફેણ ચડાવીને બેઠો હોય તેવો અદભુત આભાસ થાય છે.પ્રકૃતિનાં પોતાના પણ અનેક રંગો છે. આપણે ત્યાં જેમ બાળકો વિવિધ વેશભૂષા દ્વારા અલગ અલગ પ્રાણીઓનો વેશ રચે છે, તેમ પ્રકૃતિ પણ ક્યારેક પોતાની અસલ ઓળખને બદલે અન્યની શકલની નકલ રચતી જોવા મળે છે. આ દુર્લભ મોરપીંછ પ્રકૃતિની આ જ અદભુત લીલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.#Morbi #MorbiUpdate #Nature #PeacockFeather #MayurNatureClub #MorbiNews #Environment #NatureLovers