પોલીસની અટકાયત બાદ કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી નારા લગાવ્યામોરબી : મોરબીમાં અમિત શાહના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી છુપા વેશમાં વિરોધ કરવા બેઠા હતા. પરંતુ પોલીસના ધ્યાને આવતા પોલીસે અટકાયત કરી લીધી છે. મોરબીમાં આજે કમલમના ઉદઘાટન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે. તેઓ 2:50 વાગ્યે તેઓનું રવાપર - ઘુનડા રોડ ઉપર બનાવાયેલા હેલિપેડ ખાતે આગમન થવાનું છે. ત્યાંથી તેઓ કમલમ સુધી કારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવવાના છે. ત્યારે તેઓને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી. તેવામાં આમ આદમી પાર્ટીના 5 જેટલા કાર્યકરો સભા સ્થળે છુપા વેશે વિરોધ કરવા બેઠા હતા. તેઓએ ભાજપનો ખેશ પણ પહેર્યો હતો. જો કે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી હતી. જેથી પોલીસે આ કાર્યકરોની અટકાયત કરી હતી. જેથી આ કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી જય જવાન જય કિશાનના નારા લગાવ્યા હતા.