મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આમરણ હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષનું સૂત્ર “મા બનવાની ઉમર એ જ જયારે શરીર અને મન તૈયાર હોય” તે સાકાર કરવા માટે જનસમુદાયમાં તા. 11 જુલાઈથી 18 જુલાઈ સુધી લક્ષિત દંપતીનો સંપર્ક કરી જન સંખ્યામાં સ્થિરતા લાવવા માટે કુટુંબ નિયોજનની બિન કાયમી અને કાયમી પદ્ધતિઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ કુટુંબ નિયોજનની સેવાઓ લેવા માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા.આ ઉજવણી અંતર્ગત ગુરુ શિબિર, લઘુ શિબિર, પ્રદર્શન, માઈક પ્રચાર, રેલી, બેનર, પત્રિકા વિતરણ, સાસુ-વહુ મિટીંગ, નવ દંપતીની મિટીંગ તેમજ ઘરે-ઘરે લક્ષિત દંપતીનો સંપર્ક કરી કુંટુબ નિયોજન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમ્યાન લોકોમાં વધતી જતી વસ્તીને લીધે થતા પ્રશ્નો અંગે જાણકારી આપવામાં આવી હતી. લગ્ન બાદ તરત જ પ્રથમ બાળક નહિ, બે બાળકના જન્મ બાદ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમયગાળો રાખવો અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાનું કુટુંબ સહિતની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.