મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણાની સુરજબારી ચેકપોસ્ટ નજીક જીજે - 12 - બીવી - 5481 નંબરના ટ્રક ચાલકે આગળ જતી જીજે - 03 - એલઆર - 6759 નંબરની અલ્ટો કારને ટક્કર મારી કારના ઠાઠામાં તેમજ સાઈડમાં નુકશાન કરતા કાર ચાલક પ્રવીણભાઈ આપાભાઈ મકવાણા રહે.કોઠારીયા ચોકડી, રણુજા ધામ સોસાયટી, રાજકોટ વાળાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.