ગામમાં હિન્દૂ-મુસ્લિમની 50-50 ટકા વસ્તી, 100 ટકા ગટર, ઘરેઘરે શૌચાલયની સુવિધા મોરબી : મોરબીની શારદાનગર (વનાળિયા) ગ્રામ પંચાયતમાં આ વખતે સરપંચની ચૂંટણી ચાર ચાર ઉમેદવારો લડતા હોવા છતાં આ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં ગામના અગ્રણીઓએ બાજી મારી હતી. સરપંચની ચૂંટણી લડતા ચાર-ચાર ઉમેદવારોને સમજાવવામાં અગ્રણીઓએ નિર્ણાયક ભૂમિકા અદા કરી કુનેહપૂર્વક આ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી દીધી છે. મોરબીથી 12 કિમિ દૂર આવેલું શારદાનગર (વનાળિયા) ગામમાં 1600ની વસ્તી છે. જેમાં હિન્દૂ અને મુસ્લિમ સરખે સરખા એટલે બન્ને કોમની 50-50 ટકા વસ્તી છે. ગામમાં તમામ સમાજના લોકો હળીમળીને રહે છે. અઝાદીથી ચાલી આવતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વર્ષે 2001માં અને બીજી વખત હાલ 2021માં આ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. રાજશાહી વખતથી સ્થાપાયેલા આ ગામમાં ગયા વખતે સરપંચની ચૂંટણીમાં ત્રીપાખીયો જંગ હતો. જ્યારે આ વખતે ચાર ઉમેદવારોએ સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ગામના હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભેગામળી સતત 15 દિવસ સુધી મહેનત કરીને ચારેય ઉમેદવારોને સમજાવી આ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી ગામનો સર્વાંગી વિકાસ કરી શકે તે માટે સરપંચ તરીકે નિષ્ઠાવાન અબ્દુલભાઈ અલીભાઈ સુમરાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે ગામના અગ્રણી રસિકભાઈ ગામીએ કહ્યું હતું કે, ચૂંટણી પછી મનદુઃખ ન થાય તે માટે ગ્રામ પંચાયતને સમરસ કરાઈ છે અને ગામમા 100 ટકા ગટર તેમજ ઘરેઘરે શૌચાલયો છે. આ ઉપરાંત સમરસ તેમજ અન્ય ગ્રાન્ટથી ગામનો સર્વાંગી વિકાસ કરાંશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..