મોરબી : મોરબી જિલ્લામાં હળવદ ક્રોસિંગ માળીયા ફાટક સર્કિટ હાઉસ પાસેના ઓવરબ્રિજ ઉપર રિપેરીગ કામને લીધે હાલ ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઓવરબ્રિજ એકાદ બે વર્ષ પહેલાં જ બન્યો હતો.શરૂઆતમાં ઓવરબ્રિજમાં ગાબડા પડી ગયા હતા અને થોડા સમય પહેલા ઓવરબ્રિજનું રિપરિંગ કામ કરવામાં આવ્યું હતું.આમ છતાં હવે ફરીથી આ ઓવરબ્રિજનું રિપરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. મોરબીના માળીયા ફાટક સર્કિટ હાઉસ પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર હાલ રિપેરીગ કામ કરવાનું હોવાથી અને આ કામ ત્રણ મહિના ચાલે એવી શક્યતા હોવાથી ઓવરબ્રિજ બંધ હોય અને ટ્રાફિકમાં અગવડતા ન પડે તે માટે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં લાલપર તરફ જવા માટે નટરાજ ફાટકથી સોઓરડીથી કુબેર સિનેમા તરફ તથા નટરાજ ફાટકથી નઝરબાગ થઈને લાલપર જઈ શકાશે, માળીયા તરફ જવા માટે નવલખી ફાટકથી આરટીઓ બ્રિજ તરફ તથા વીસીપરા થઈ અમરેલી ગામથી રવિરાજ ચોકડી તરફ તથા નટરાજ ફાટકથી વેજીટેબલ રોડથી ધરમપુર ગામ થઈ રવિરાજ ચોકડી તરફ જઈ શકાશે. હળવદ તરફ જવા માટે ગેડા સર્કલથી ત્રાજપર ચોકડી થઈ જુના ઘુંટુ રોડ તરફથી જઈ શકાશે. મહેન્દ્રનગર તરફ જવા માટે (જેતપર રોડ, હળવદ રોડ) ગેડા સર્કલથી ત્રાજપર ચોકડીથી જુના ઘુટું રોડથી પટેલ વે બ્રિજથી સમર્પણ હોસ્પિટલથી રામધન આશ્રમ થઈ મહેન્દ્રનગર ચોકડી તરફ અને મહેન્દ્રનગરથી મોરબી શહેર તરફ આવવા માટે મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમથી સમર્પણ હોસ્પિટલ થઈ પટેલ વે બ્રિજથી જુના ઘુટું રોડથી ત્રાજપર ચોકડી થઈ ગેડા સર્કલથી મોરબી શહેરમાં પ્રવેશી શકાશે જેમાં ટ્રાફિક શાખા દ્વારા1 પીએસઆઇ, 18 પોલીસ, 18 જીઆરડી ,11 ટીઆરબી દ્વારા ટ્રાફિક સંચાલન જળવવામાં આવે છે.તેમજ જિલ્લા ટ્રાફિક શાખાની હાઇવે મોબાઈલના સ્ટાફ, બી ડિવિજન સ્ટાફ, તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નીયત્રણ માટે પેટ્રોલીગ કરવામાં આવે છે.