મોરબી : ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્રારા પ્રકાશિત થતાં બાલસૃષ્ટિ મેગેઝિનમાં કુંતાસીનાં શિક્ષકે લખેલ મૂળાક્ષર વાર્તા સામેલ કરવામાં આવી છે. ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્રારા દર મહિને બાલસૃષ્ટિ નામનું મેગેઝીન પ્રકાશિત થાય છે.જેને ગુજરાતની ત્રીસ હજાર જેટલી પ્રાથમિક શાળાઓમાં મોકલવામાં આવે છે.આ મેગેઝીનમાં ગુજરાત ભરના શિક્ષકો દ્રારા રચિત શ્રેષ્ઠ રચનાઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ચાલુ મહિનાના જુલાઈ માસનાં અંકમાં મોરબી જિલ્લાની કુંતાસી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બેચરભાઈ ગોધાણી દ્રારા રચિત બાળકોને મૂળાક્ષર શીખવતી બાળવાર્તા 'જંગલમાં એક દિવસ' પ્રકાશિત થઈ છે.