મોરબી- માળીયા પ્રમુખ તરીકે સંદીપ કલારિયા, ટંકારા પ્રમુખ તરીકે રવિ તળપદા, વાંકાનેર પ્રમુખ તરીકે અબીદ ગઢવારની જીત મોરબી : ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી જેમાં 18 થી 35 વર્ષ સુધીના યુવાનો-યુવતીઓએ પોતાના મનગમતા ઉમેદવારને વોટ આપ્યા હતા જેનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે અલ્પેશ કોઠીયાનો વિજય થયો છે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પદે વધુ મત મેળવી અલ્પેશ કોઠીયાએ વિજય હાંસલ કર્યો છે. આ સાથે મોરબી માળીયા વિધાનસભા પ્રમુખ તરીકે સંદીપ કલારિયા, ટંકારા વિધાનસભા પ્રમુખ તરીકે રવિ તળપદા, વાંકાનેર વિધાનસભા પ્રમુખ તરીકે અબીદ ગઢવારની જીત થઈ છે. આ તમામ જીતેલા ઉમેદવારોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..