પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી યોજાશે સાયક્લોથોન અને મેરેથોનમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે 13 ઓક્ટોબર ને સોમવારના રોજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે મહાનગરપાલિકા દ્વરા હવે સાયક્લોથોનની સાથે મેરેથોનનું પણ આયોજન કરાયું છે. આ સાયક્લોથોન અને મેરેથોનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાગ લેવા માટે હાલ રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે.મોરબી મહાનગરપાલિકા આયોજિત સાયક્લોથોન અને મેરેથોન તારીખ 13 ઓક્ટોબરના રોજ સવારે 7 થી 9 કલાક દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી યોજાશે. આ પહેલા આ સાયક્લોથોન સ્કાયમોલથી શરૂ થવાની હતી પરંતુ રૂટમાં ફેરફાર કર્યા બાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી યોજાશે. રજિસ્ટ્રેશન 12 ઓક્ટોબર ને રવિવાર સુધીમાં કરાવી દેવા જણાવ્યું છે. રજિસ્ટ્રેશન માટે forms.gle/gJTvGMkiHkRtCxBy8 આ લિંક પર ક્લિક કરીને વિગતો ભરી દેવા જણાવાયું છે.