આજે રાષ્ટ્રીય નૌ સેના દિવસ : ઇ.સ. 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં નેવીને મળેલી સફળતાની યાદમાં આ દિવસ ઉજવાય છે ભારતીય નૌકાદળ વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવાની દિશામાં મોરબી : આજે રવિવારે 4 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય નૌ સેના દિવસ છે. દેશની નૌ સેનાએ ભારતનું ગૌરવ છે. ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ પોતાનું કામ કરે છે. નૌકાદળના મહત્વ અને સિદ્ધિઓને સલામ કરવા માટે, ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર માછીમારી કરવા જતા માછીમારોને શોધખોળ નૌસેનાને કરવી પડતી હોય છે. નૌ સેના દરરોજ માછીમારોના એસોસિયેશન સાથે પણ સતત સંપર્કમાં રહીને તમામ માછીમારોની વિગતો હાંસલ કરે છે. કોસ્ટગાર્ડ દેશની રક્ષા કરી શકે અને આતંકવાદીઓથી દેશનું રક્ષણ કરી શકે તે મુખ્ય ઉદ્દેશ છે.દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે ભારતીય નૌકાદળ કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. આંતરિક સુરક્ષા હોય કે દરિયાઈ વેપાર, ભારતીય નૌકાદળ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે.ઇ.સ. 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધ દરમિયાન, પાકિસ્તાને 03 ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો . તેમના આક્રમક હુમલાઓના જવાબમાં, ભારતીય નૌકાદળે 04 અને 05 ડિસેમ્બરની રાત્રે હુમલાનું આયોજન કર્યું, કારણ કે પાકિસ્તાન પાસે બોમ્બમારો કરવા માટે વિમાન નહોતું. આ હુમલા દરમિયાન પાકિસ્તાની નેવીના સેંકડો જવાનો માર્યા હતા. કોમોડોર કાસરગોડ પટ્ટનશેટ્ટી ગોપાલ રાવે ભારતીય નૌકાદળના સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. ભારતીય નૌકાદળની સફળતાની ઉજવણી કરવા દર વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસ ઉજવવામાં આવે છે.ભારતીય નૌકાદળ વર્ષ 2047 સુધીમાં બની જશે આત્મનિર્ભરભારતીય નૌકાદળ આત્મનિર્ભર બનવાના માર્ગે આગળ વધી રહી છે. નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે કહ્યું છે કે ભારતીય નૌકાદળ 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે. નેવીને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રોજેક્ટ 75 ખૂબ જ મહત્વપૂર્ણ છે.ગાંધીનગરમાં નૌ સેનાનું નવું હેડક્વાટૅરગાંધીનગર ખાતે નૌ સેનાના નવા નૈવી હેડક્વાટૅરનુ લોકાર્પણ કરાયુ હતું. ગાંઘીનગર ખાતે એરફોર્સ બેસ પણ આવેલુ છે. તેથી માહિતી આપવાની પણ સરળતા બની રહેશે, અને નૈવીના કામમાં ઝડપતા આવી જશે. જો કે ગાંઘીનગર ખાતે શરુ કરવામાં આવેલા આ સેન્ટરને દમણ અને દિવ સહિત ગુજરાતની નૌ સેનાની કામગીરી હાથ ધરવામાં આવશે.