ગુજરાત તરફ ઝડપભેર આવતું વાયુ વવાઝોડાને પહોંચી વળવા વિજતંત્ર સ્ટેન્ડ બાય મોરબી : વાયુ વાવાઝોડું ખતરનાક રીતે ગુજરાત તરફ આગળ ધપતું હોવાના ભયસુચક સિગ્નલ દેખાતા મોરબીમાં તમામ તંત્ર હાય એલર્ટ પર છે.ત્યારે મોરબી પીજીવીસીએલની ટીમો ખડેપગે થઈ ગઈ છે.મોરબી જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવ માટે પીજીવીસીએલની 48 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ મંડરાઈ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં તમામ તંત્ર એલર્ટ બનીને જરૂરી કામગીરીમાં લાગી ગયા છે.જેમાં આ કુદરતી આફ્ટને પહોંચી વળવા માટે પીજીવીસીએલની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.જેમાં પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર સાથે આ બાબતે વાતચીત કરાતા તેમણે જણાવ્યું હતું કે મોરબી પીજીવીસીએલની 48 ટીમોને જરૂરી સાધનો અને કીટ સાથે સ્ટેન્ડ ટું રાખવામાં આવી છે.જેમાં 18 ટીમો પીજીવીસીએલની અને 30 ટીમ કોન્ટ્રાકટરની મળીને કુલ 300નો વિજતંત્રનો સ્ટાફ હાલ ખડેપગે રખાયો છે.વીજ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરીને ફરજ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.અને જરૂરી મટીરીયલ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. વરસાદ થાય તો મીટર બળે તો તેની કામગીરી જલ્દી કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne