પાન-માવા તમાકું, સિગારેટ, બીડી ગુટખાના કાળાબજારથી લૂંટાતા વ્યસનીઓની વ્યથાને કોંગી અગ્રણીએ કલેકટર સુધી પહોંચાડી મોરબી : મોરબીના કોંગ્રેસ આગેવાનએ જિલ્લા કલેકટરને વોટ્સએપ મારફત રજુઆત કરી હતી કે મોરબી શહેર તેમજ સમગ્ર જિલ્લામાં પાન, માવા, તમાકુ અને ચા વ્યસન પણ ઘણા લોકો ધરાવે છે અને હાલમાં લોકડાઉનના કારણે તેના ઉપર પ્રતિબંધ હોવાથી વ્યસનીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. હાલમાં જે લોકોને પાન માવા તમાકુ સિગારેટ બીડી તેમજ ચા જેવી વસ્તુઓનું વ્યસન હોય ત્યારે કોઈપણ સંજોગોમાં આવા વ્યસન ધરાવતા વ્યક્તિઓને ઉપરોક્ત બાબત વસ્તુઓ હાલના સમયમાં ઘણા ઊંચા ભાવે ખરીદી કરવા મજબુર થવુ પડે છે. ત્યારે તાકીદે પાન, માવા, ચાના વેચાણ પર પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગ કરાઈ છે. આ અંગે રજુઆતમાં કોંગ્રેસ આગેવાન રમેશ રબારીએ જણાવ્યું હતું કે વ્યસન ધરાવતા વ્યક્તિઓને પાન-માવા જેવી વસ્તુઓ ના મળે તો માનસિક હાલત ખરાબ થઈ જાય તેવી દહેશત હોય છે. આવા વ્યસન ધરાવતા માણસોને પોતાને જે બાબતનું વ્યસન હોય અને ઊંચા ભાવે વસ્તુ ખરીદી ન શકતા હોય તેવા વ્યક્તિઓએ ગુજરાતમાં આપઘાત પણ કરેલા છે. હાલમાં લોકડાઉનના કારણે જે વસ્તુ બજાર કિંમત કરતાં અને ઘણા ઉંચી કિંમતે વેચીને કાળા બજાર થઈ રહ્યા છે અને સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગ વ્યસનના કારણે લુટાઈ રહ્યો છે. જેમાં બજારમાં ૧૩૫ તમાકુના રીટેલ ભાવ 40 ગ્રામ પાઉચના ભાવ 175 હતા આજ પાઉચ હાલમાં 800 રૂપિયા થી 900 રૂપિયા સુધી બજારમાં વેચાઈ રહ્યા છે. 45 નો ડબ્બો ભાવ રૂપિયા ૨૦૫ હતો એ ડબ્બો બારસો થી પંદરસો રૂપિયા સુધી વેચાય છે. 200 ગ્રામ ડબ્બાનો ભાવ 900 રૂપિયા છે. હાલમાં 6000 સી 8000 સુધી વેચાઈ છે. 500 ગ્રામ ડબ્બાનો ભાવ 2400 રૂપિયા હતા. અત્યારે 10,000 થી 15000 સુધીમાં વેચાય છે. શિવાજી બીડી 25 નંગ એટલે કે એક જોડી તેના ભાવ 20 રૂપિયા હોય છે. તે હાલમાં સો રૂપિયાની જોડી વેચાય છે. તે ઉપરાંત, વિમલ પાંચ રૂપિયા વાડી 30 ના પેકેટના ભાવ એકસો ત્રીસ રૂપિયા વેચવામાં આવતી તેના ભાવ 500થી 600 રૂપિયા તેમજ દસ રૂપિયાવાળી 22 નંગ નુ પેકેટ રૂપિયા 190 હતા. અત્યારે 800થી1000 લેવામાં આવે છે. બાબા તમાકુ અને ચાલુ તમાકુ ૪૫ ગ્રામના પાઉચના ભાવ રૂપિયા ૩૫ લેવામાં આવતા હતા. હાલમાં તેના ભાવ ૪૦૦ થી ૫૦૦ સુધી લેવાઈ રહ્યા છે તેમજ 45 નો ડબ્બો નો ભાવ રૂપિયા 50 છે. તેનો ભાવ હાલમાં ૭૦૦ થી ૮૦૦ રૂપિયા સુધી લઈ રહ્યા છે . બીસ્ટોલ, વિલ્સ જેવી સિગારેટના ભાવ રૂ. 10ના 80 થી 100 રૂપિયા જેવા હતા. જેના હાલમાં 200થી 300 રૃપિયા લેવાય છે. ઉપરાંત બાબુલાલ બાલાજી વિનર ચુનો જે એક પેકેટના રૂપિયા 20 નંગ 70 હાલમાં તેના ભાવ 250 થી 450 સુઘી લેવામાં આવે છે. તે ઉપરાંત, લોકોને પીવા માટે બનાવવામાં આવતી ચા એક કપના 10 રૂપિયામાં આપવામાં આવતી હતી. હાલમાં આ એક કપના ૨૦ થી ૩૦ રૂપિયા લોકોને વ્યસનના કારણે ચૂકવવા મજબુર બન્યા છે. લોકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ પોલીસ દ્વારા પાન માવા વાળાઓને ત્યાં રેડ પાડીને જે માલ કબજે કરવામાં આવે છે. તે માલ પૈકી સો ટકાને બદલે 20% બતાડવામાં આવે છે અને આજ માલ બજારમાં ઊંચી કિમતે વેચાય રહ્યો છે. વ્યસનના કારણે અનેક લોકો લૂંટાઈ રહ્યા છે. ત્યારે ઉપરોક્ત બાબતને કાળા બજારી કરતાં લોકો કાળા બજારી કરે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવાની તેમણે જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં મોરબી શહેરમાં ફરસાણ ઠંડા સોડા લેમન તેમજ અન્ય ધંધાર્થીઓને છૂટ આપવામાં આવી છે. તેવી જ રીતે મોરબી શહેરમાં પાન માવા અને ચા વાળાને સરકારના નીતિ નિયમ મુજબ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા આપની કક્ષાએથી છૂટ આપવામાં આવે. જેથી, કરી સામાન્યથી ગરીબ જે માણસને વ્યસન છે. તે માણસ આવી કાળી બજારનો ભોગ બને અને સરળતાથી તેઓને જેનું વ્યસન છે. તે વસ્તુ મૂળ ભાવે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. હાલમાં લોકડાઉનના કારણે ઘણા વ્યસન ધરાવતા લોકોના કામ ધંધા પણ બંધ છે છતાં પણ પોતાને વ્યસ્ત હોવાને કારણે કાળી બજારેથી પણ વસ્તુઓ ખરીદવી પડે છે. તમામ વસ્તુઓ સંગ્રહ કરતાં સંગ્રહખોરીઓ દ્વારા ઊંચા ભાવ લઈને વેચવામાં આવી રહ્યું છે. તો આ બાબતે વ્યસન ધરાવતા લોકો લૂંટાઈ નહિ અને સંઘરાખોરી કરતા લોકો કાળી બજારે કરે નહિ તે માટે તાત્કાલિક ધોરણે પાન માવા ચાના ધંધાર્થીઓને છૂટછાટ આપવી જોઈએ તેવી તેમણે માંગ કરી છે.