મોરબી : મોરબીમાં હેર સલૂનો ખોલવાની છૂટ આપવાની માંગ સાથે આજે વાળંદ સમાજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. મોરબી જિલ્લાના અધિક કલેકટર કેતનભાઇ જોષીને વાળંદ સમાજની દુકાનો ખોલવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં પ્રમુખ શાંતિભાઈ વી. અઘારા, ઉપપ્રમુખ અશોકભાઈ કુંડારિયા, મંત્રી દિલીપભાઈ સી. ભટ્ટી, ખજાનચી મહેશભાઈ આર. સુરાણી, કાર્તિકભાઈ સી. અઘારા તથા કિશનભાઇ બાવરીયા હાજર રહ્યા હતા. આવેદનમાં જણાવાયું હતું કે સલૂનો બંધ હોવાથી વાળંદ સમાજ આર્થિક રીતે હાલાકીનો સામનો કરી રહ્યો છે. જેથી સલૂનો ખોલવાની છૂટ આપવામાં આવે તેવી માંગ છે.