મોરબી : ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવા બાબતે ગુજરાત પ્રદેશના ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ખેડૂતો ખેતી ક્ષેત્રે ખુબજ પરેશાન છે રોક્ડ્યા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી ખેડૂતો આર્થિક બેહાલ થઇ રહ્યા છે.મધ્યપ્રદેશમાં અમુક વિસ્તારમાં સરકારની પરમીશનથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવેલી છે. ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશના જેવું જ છે. જમીન પણ તે પ્રકારની જ છે. જેથી ગુજરાતમાં અફીણની ખેતી સમભાવ છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવાની માંગણી કરવામાં આવી છે. જો સરકારી દેખરેખ નીચે પરવાનગી આપવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય.\