મોરબી ડ્રિસ્ટ્રીકટ પીયૂસી એસોસિએશને આરટીઓ અધિકારીને આવેદન આપી ભાવ વધારો ન થવાથી અચોક્કસ મુદત્તથી પીયૂસી સેન્ટરો બંધ કરવાની ચીમકી આપી મોરબી : મોરબીના પીયૂસી સેન્ટરોના ધરકોએ આગામી તા.15 .માર્ચથી અચોકસ મુદતથી પિયુસી સેન્ટરોને બંધ કરી દેવાનું એલાન આપ્યું છે.જેમાં મોરબી ડ્રિસ્ટ્રીકટ પીયૂસી એસોસિએશને આરટીઓ અધિકારીને આવેદન આપી ભાવ વધારો ન થવાથી અચોક્કસ મુદત્તથી પીયૂસી સેન્ટરો બંધ કરવાની ચીમકી આપી છે. મોરબી ડ્રિસ્ટ્રીકટ પીયૂસી એસોસિએશનના નેજા હેઠળ મોરબીના બાલાજી પીયૂસી સેન્ટર ,શિવશક્તિ પીયૂસી સેન્ટર ,3 ડી.પટેલ પીયૂસી સેન્ટર ,સાઈ ખુશી પીયૂસી સેન્ટર,,પુરુષાર્થ પીયૂસી સેન્ટર,મહાશક્તિ પીયૂસી સેન્ટર ,પ્રેમ પીયૂસી સેન્ટર,સત્યંમ પીયૂસી સેન્ટર ,તરુણ પીયૂસી સેન્ટર ,પાવન પીયૂસી સેન્ટર, શિવ પીયૂસી સેન્ટર,જીલાણી પીયૂસી સેન્ટરના ધરકોએ આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ,આગામી 15 માર્ચથી ઓલ ગુજરાત પીયૂસી ઓનર્સ એસોસિએશન દ્વારા ખર્ચા પોસતા ન હોવાથી ગુજરાતના તમામ પીયૂસી સેન્ટરો અચોકસ મુદતથી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.કારણ કે ,પીયૂસીના હાલના જે ભાવો છે તે 1996ની સાલના છે.તેના પ્રમાણમાં દરેક સરકારી ફ્રી માં 1000 ગણા સુધનો વધારો થયો છે. જેમ કે ,લોન દાખલ કરવાની ફી 1996માં રૂ.50 હતી જેમાં વધીને હાલમાં રૂ.3 હજાર સુધીની છે.આમ 1996 ની સાલથી સરકારી કે પ્રાઇવેટની ફ્રીમાં ભારે વધારો થયો છે.પણ પીયૂસીમાં 1996 થી ભાવ વધારો થયો જ નથી.જોકે આ મામલે સરકાર સમક્ષ અનેક રજુઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને પીયૂસીમાં ભાવ વધારો ન થતા ખર્ચા પોસાય તેમ ન હોવાથી પીયૂસી સેન્ટરોને તાળા મારવાની નોબત આવી છે.ત્યારે આ રજુઆતને પગલે જો તા.14 સુધીમાં પીયૂસીમાં ભાવ વધારો ન કરાઇ તો તા.15 માર્ચથી પીયૂસી સેન્ટરોને અચોકસ મુદતથી બંધ રાખવાની ચીમકી આપી છે.