મોરબી: મોરબી તાલુકાના રાજપર(કુંતાસી) ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટે હજનાળીથી રાજપર(કુંતાસી)ને જોડતા માર્ગ પર બેઠાપુલમાં મોટાભાઈ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વિગતો મેળવવા ઓનલાઈન આરટીઆઈ કરી છે. હિતેશભાઈ ધોરીયાણીએ આરટીઆઇ કરી બેઠાપુલના કામના સમયગાળા દરમિયાન લગત તમામ માહિતી માંગી છે. વધુમાં તા.1/1/2020થી 31/12/2021ના સમયગાળા દરમ્યાન જારી કરાયેલા દરેક વર્કઓર્ડર કોન્ટ્રાક્ટ અને કરવામાં આવેલા કામો તેમજ પ્રગતિમાં હોય તેવા કામોના સંદર્ભમાં કોન્ટ્રાક્ટરોને ચુકવવામાં આવેલા લેટેસ્ટ રનીંગ એકાઉન્ટ બિલ અથવા અંતિમ બિલની પ્રમાણિત નકલો, આ સમયગાળા દરમિયાન બેઠાપુલના કામ સંબંધિત આપવામાં આવેલા દરેક વર્કઓર્ડર/ કોન્ટ્રાક્ટના સંદર્ભમાં ગુણવત્તામાં બાંધછોડ કરેલા કામો,સબસ્ટાન્ડર્ડ કામો અથવા કામોના ટૂંકા અમલ માટે કોન્ટ્રાક્ટરો/એજન્સીઓ પાસેથી વસૂલવામાં આવેલ દંડની રકમ, કામ સંબંધિત જાળવણી અને સમારકામ માટે થયેલા ખર્ચ દર્શાવતા નિવેદનની પ્રમાણિત નકલ વગેરે જેવી અનેક માહિતી મોકલી આપવા આરટીઆઇમાં જણાવ્યું છે.