દબાણોને કારણે 30 ફૂટના રોડમાં કપાત થતા રોડનું કામ નિયમ મુજબ ન થતું હોવાની ચીફ ઓફિસરને રજુઆત મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરના રોડનું કામ દબાણ હટાવ્યા વગર આડેધડ થતું હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યો છે. દબાણોને કારણે 30 ફૂટના રોડમાં કપાત થતા રોડનું કામ નિયમ મુજબ ન થતું હોવાની ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર-ગોકુળનગર મેઈન રોડનું કામ કરોડોના ખર્ચે બન્ને સાઈડ 30-30 ફૂટ મંજુર કરવામાં આવ્યું હતું. પણ આ રોડનું કામ શરૂ કરતાં હાલ એક સાઈડમાં 21 ફૂટનો રોડ અને બીજી સાઈડમાં 24 ફૂટનો રોડ નક્કી થયો છે. અને આ રીતે રોડનું કામ હાલ ચાલુ રહ્યું છે. બન્ને બાજુએ 30-30 ફૂટનો રોડ બનાવવાની જગ્યાએ 21×24 ફૂટનો રોડ બનાવે છે એના પાછળનું કારણ એ છે આ રોડ ઉપર આડેધડ દબાણો ખડકાયા હોય આ દબાણો દૂર કર્યા વગર આડેધડ નિયમ મુજબ કામગીરી થતી નથી. તેથી આ રોડનું કામ દબાણ હટાવી નિયમ મુજબ 30 ફૂટનું કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.