માળીયા તાલુકા વીસીઇ સાહસિક મંડળે ડીડીઓને આવેદન આપીને હડતાલ દરમિયાન કામનો બોજો ન નાખવાની માંગ કરી મોરબી: માળીયાના ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયતમાં કોમ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા વીસીઇ કર્મચારીઓ હાલ અચોક્કસ મુદતની હડતાલ ઉપર હોવા છતાં અધિકારીઓ તેમના માથે કામગીરીનું પ્રેશર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આથી માળીયા તાલુકા વીસીઇ સાહસિક મંડળે ડીડીઓને આવેદન આપીને હડતાલ દરમિયાન કામનો બોજો ન નાખવાની માંગ કરી છે.