ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધમોરબી : ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધવવા આજે તારીખ 1 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના તમામ VCE હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે ગ્રામ પંચાયતોમાં અનેક કામગીરીને અસર પડી રહી છે.VCEની માગ છે કે, ઈ-ગ્રામ સોસાયટી કમિશન સમયસર આપતી નથી. VCEઓને તાલુકા/જિલ્લા/ગ્રામ પંચાયત કક્ષાએ હેરાનગતિ થતી હોય સોસાયટી કોઈ કાર્યવાહી કરતી નથી. પગારની માંગણી પરત્વે સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. છુટા કરેલા VCEને પરત લેવામાં આવે જેવા મુદ્દાનું નિરાકરણ સોસાયટી લાવતી નથી તેથી ઈ-ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધાવવા મોરબી જિલ્લાના તમામ VCE આજે 1 ઓગસ્ટ ને શુક્રવારના રોજ એક દિવસ તમામ કામગીરી બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે.