મહા વાવાઝોડાની આગાહીને પગલે બંધ રહ્યા બાદ આજથી માર્કેટીંગ યાર્ડ શરૂ થતાં કપાસ, મગફળી સહિતની જણસીઓની આવક થઈ મોરબી : મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટીંગ યાર્ડ અગાઉ મહા વાવાઝોડાની અગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે બંધ રહ્યા હતા.ત્યારે હવે મહા વાવાઝોડાની ઘાત ટળતા આજથી મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થયા છે.એ સાથે માર્કેટીંગ યાર્ડમાં કપાસ,મગફળી સહિતના પાકોની આવક થઈ હતી. મોરબી અને હળવદ તથા વાંકાનેર એમ ત્રણ માર્કેટીંગ યાર્ડ અગાઉ મહા વાવાઝોડાની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હતા.ત્યારે હવે મહા વાવાઝોડાનો ખતરો ટળી જતા આજથી મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ધમધમી ઉઠ્યા હતા અને ખેડૂતો રાબેતા મુજબ મગફળી ,કપાસ સહિતની જણસીઓ લાવ્યા હતા અને આ પાકોની હરરાજી કરવામાં આવી હતી.મોરબીના માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીઓની થયેલી આવક મુજબ કપાસ 917 કવીન્ટલ , ઘઉં 70,તલ 122, મગફળી 139, જીરું 9, જુવાર 11 કવીંટલ સહિતની જણસીઓની આવક થઈ હતી.તેમજ શાકભાજીમાં લીલા મરચા 20, રીગણા 25, કારેલા 15, ગુવાર 10, ભીંડો 15, ટમેટા 130, કોબીચ 30, કાકડી 10, લિબુ 30, દૂધી 10, સૂકી ડુંગળી 227 કિવીંટલની આવક થઈ હતી.જ્યારે કપાસનો નીચો ભાવ રૂ.600 અને વધુ રૂ.1056નો ભાવ અને મગફળીનો સૌથી ઓછો રૂ.540 અને વધુ 985 નો ભાવ રહ્યો હતો.