51 વર્ષના અનુભવી પ્રવીણભાઈ કક્કડ અને 19 વર્ષના અનુભવી નિર્મિતભાઈ કક્કડના સચોટ માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી : એડમિશન પ્રક્રિયા શરૂ, લિમિટેડ સિટ્સ જ ઉપલબ્ધ મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલ પ્રખ્યાત 'જનતા ક્લાસીસ' ના વિદ્યાર્થીઓએ વર્ષ 2025-2026 ના 12th કોમર્સના પરિણામમાં ડંકો વગાડ્યો છે. સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી શશાંક ગુપ્તાએ 96.00% મેળવીને ક્લાસમાં 1st ક્રમ પ્રાપ્ત કર્યો છે. વિશેષ ગૌરવની વાત એ છે કે, શશાંક ગુપ્તાએ એકાઉન્ટન્સી જેવા અઘરા વિષયમાં 100/100 માર્ક્સ મેળવીને CBSE બોર્ડમાં 1st સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.આ ઉપરાંત ક્લાસીસના અન્ય વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કશ્યપ પટેલે 92.60% સાથે 2nd અને કર્તવ્ય કથરાણીએ 91.60% સાથે 3rd ક્રમ મેળવ્યો છે. અન્ય વિદ્યાર્થીઓ ઓમ કારિયા (89.20%), જૈનિષા પાટડીયા (88.00%), બંસરી અડેસરા (88.00%), ક્રિષા ફુલતરિયા (88.00%), જાનવી જોશી (87.00%), મૈત્રી સેજપાલ (87.00%), કિશન પંડિત (86.20%), પ્રાચી ઝાલરિયા (85.20%), રોહન પોપટ (85.00%) અને પ્રેમ ગઢવી (85.00%) એ પણ ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી છે.આ ઐતિહાસિક અને ગૌરવપ્રદ સફળતા પાછળ સંસ્થાના બે દિગ્ગજ અને નિષ્ઠાવાન શિક્ષકોની રાત-દિવસની મહેનત રહેલી છે. શિક્ષણ ક્ષેત્રે અધધ 51 વર્ષનો બહોળો અને અમૂલ્ય અનુભવ ધરાવતા પ્રવીણભાઈ કક્કડ તેમજ 19 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડ દ્વારા વિદ્યાર્થીઓને પાયાથી લઈને પ્રોફેશનલ લેવલ સુધીનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ બંને શિક્ષકોની ભણાવવાની સચોટ પદ્ધતિ, પેપર લખવાની સ્ટાઈલની તાલીમ અને દરેક વિદ્યાર્થી પર અપાતા વ્યક્તિગત ધ્યાનને કારણે જ આજે જનતા ક્લાસીસ મોરબીમાં કોમર્સના વિદ્યાર્થીઓની 1st પસંદગી બની છે.એડમિશન ઓપન:જનતા ક્લાસીસમાં ધોરણ 11th અને 12th (કોમર્સ) G.S.E.B. અને C.B.S.E. (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) તેમજ B.Com., B.B.A. અને M.Com. ના તમામ વિષયોનું એક જ સ્થળે (All Subjects At One Place) શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. નવા શૈક્ષણિક વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.જનતા ક્લાસીસ'પ્રેરણાસુર', એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબીપ્રવીણભાઈ કક્કડ: મો.9408187476નિર્મિતભાઈ કક્કડ: મો.9998880588#MorbiUpdate #MorbiNews #JantaClassesMorbi #CommerceToppers #CBSEBoard #GSEB #Accountancy #12thCommerce #Education #Morbi