મોરબી : સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાગત સપ્તાહની તાલુકા કક્ષાની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના માળિયા મીયાણા નગરપાલિકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ નોડલ અધિકારી ડી. સી. પરમાર અને જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.જેમાં તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. માળિયા મીયાણા નગરપાલિકા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ ખાતા ને લગતા ૩૮ પ્રશ્નો રજૂ થયેલ હતા. જે તમામ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતો. તમામ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ થતાં સ્વાગત કાર્યક્રમમાં ગ્રામજનો તથા લાભાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીઓ નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.