મોરબી : મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના ૧૫૦વર્ષ પૂર્ણ થયાના વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકારના ફિટ હેલ્થ વર્કર કેમ્પઈન અનુસંધાને પ્રા. આ. કેન્દ્ર લાલપરમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર, હેલ્થ સુપરવાઈઝર, હેલ્થ વર્કર, આશા વર્કર, વોર્ડ આયા અને વોર્ડ બોય સહિતના કર્મચારીઓના વિવિધ પ્રકારના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં આ તમામ પાયાના કર્મચારીઓ દ્વારા ખુબ ખંતથી ફરજ બજાવવામાં આવી હતી.