જન્મ-મરણના દાખલા કઢાવવા અને વેરા ભરવા લોકોનો ધસારો મોરબી : ગ્રીનઝોન મોરબી જિલ્લામાં આંશિક છૂટછાટને પગલે જનજીવન ધીમેધીમે સામાન્ય બની રહ્યું છે. જોકે વાંકાનેરમાં રવિવારે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાતા હવે ગ્રીન ઝોન જિલ્લાને પણ સચેત રહેવું વધુ જરૂરી બનશે. આ સ્થિતિ વચ્ચે એક અઠવાડિયાથી તમામ સરકારી સેવાઓ પુનઃ ધમધમી ઉઠી છે. જેમાં મોરબી નગરપાલિકાની તમામ સેવાઓ રાબેતા મુંબજ શરૂ થઈ ગઈ છે. તેથી, લોકોનો ધસારો વધ્યો છે. મોરબી નગરપાલિકા કચેરી છેલ્લા એક અઠવાડિયાથી ધમધમી રહી છે. નગરપાલિકા તમામ સેવાઓ પુનઃ શરૂ થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને જન્મ-મરણના દાખલા કઢાવવા અને વેરા ભરવા સહિતની તમામ કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ છે. ગઇકાલે સોમવારે નગરપાલિકા કચેરી ખુલતાની સાથે જન્મ-મરણના દાખલા કઢાવવા અને વેરા ભરવા સહિતની કામગીરી માટે લોકોની લાઈનો જોવા મળી હતી. વેરા વસુલતની કામગીરી પણ ચાલી રહી છે. જેમાં ગત માર્ચ મહિનામાં માત્ર 39 ટકા જેવી વેરા વસુલાત થઈ શકી હતી. માર્ચ એન્ડીગમાં વેરા વસૂલાતની સૌથી વધુ કામગીરી થતી હોય છે પણ આ વખતે લોકડાઉનને કારણે માર્ચ એન્ડીગમાં આટલી જ વેરા વસુલાત થઈ શકી હતી. તેમજ હવે નવા વર્ષની વેરા વસુલતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે વેરા વસુલાતમાં હજુ સુધી વ્યાજ માફી કરાઈ નથી અને રાબેતા મુજબ જ વેરાની વસુલાત થઈ રહી છે.