મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદેદારો અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી રતુભાઈ ગોળ તેમજ સૌરાષ્ટ્રના સંયોજક મહેશભાઈ મોરી, ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા, વિપુલભાઈ આઘારા જિલ્લા સંવાહક રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ વગેરે મોરબીની મુલાકાતે આવેલ એ અન્વયે સરસ્વતી શિશુ મંદિર શાળા શકત શનાળા ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઘનશ્યામભાઈ વસાણિયાએ ગીત અને સંગઠનમંત્રથી કાર્યક્રમની શરૂઆત કરાવી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રીએ પધારેલ મહેમાનોનો વિસ્તૃત પરિચય કરાવ્યો, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ મોરબીએ ઉપસ્થિત સૌ કોઈનું શાબ્દિક સ્વાગત તેમજ મોરબી જિલ્લાના શિક્ષણ અને શિક્ષકની ગતિ અને ગરીમા અંગે ચર્ચા કરી ત્યારબાદ દરેક મહાનુભાવોનું ભારતમાતાનો ફોટો અને ચાણક્યનીતિ પુસ્તક આપી મોરબી જિલ્લા ટીમ તથા મોરબી જિલ્લાના દરેક તાલુકાની ટીમ દ્વારા સ્વાગત કરાયું હતું. મહેશભાઈ મોરી સંયોજક સૌરાષ્ટ્ર સંભાગે પ્રાસંગિક પ્રવચનમાં શૈક્ષિક મહાસંઘની રચના, કાર્ય પદ્ધતિ વિશે વાત કરી અને દરેક તાલુકાના અધ્યક્ષ અને મહામંત્રી પાસેથી તાલુકામાં શૈક્ષિક મહાસંઘ દ્વારા થયેલા સામાજીક સમાજ ઉપયોગી કાર્યો તેમજ તાલુકાના મહેકમની અને સદસ્યતા નોંધણીની વિગતો મેળવી હતી અને થયેલ કાર્યોને બિરદાવ્યા હતા. ત્યારબાદ રતુભાઈ ગોળ મહામંત્રી શૈક્ષિક મહાસંઘ ગુજરાતે જણાવ્યું કે રાષ્ટ્ર, શિક્ષક અને સમાજના હિતમાં કામ કરતું સંગઠન છે. માત્ર શિક્ષકોના હક માટે જ લડતું સંગઠન નથી, ઈ.સ.1988 માં આ સંગઠનની શરૂઆત થઈ અને ઈ.સ.1993 માં રજીસ્ટર થયેલું સમગ્ર દેશમાં કાર્યરત સૌથી મોટામાં મોટું સંગઠન છે. ગુજરાત રાજ્યના 33 જિલ્લા પૈકી 31 જિલ્લામાં આ સંગઠનનો વ્યાપ છે. ત્યારબાદ ભીખાભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘે મોરબી જિલ્લામાં થયેલ કામગીરીને બિરદાવી ધન્યવાદ આપતા જણાવ્યું કે એક બની નેક બની શિક્ષક, સમાજ અને રાષ્ટ્ર માટેના કામો કરી ભારતમાતાને પ્રતિષ્ઠા અપાવવાના પ્રયાસો કરવાના છે. ભીખાભાઈ પટેલે મોરબી મહિલા પાંખના ઉપાધ્યક્ષ તરીકે વીણાબેન દેસાઈના નામની ઘોષણા કરતા ઉપસ્થિત સૌ કોઈએ આ ઘોષણાને ઉત્સાહ પૂર્વક વધાવી લીધી હતી. અંતમાં મોરબી જિલ્લાના મંત્રી કિરણભાઈ કાચરોલા એ આભાર દર્શન કરેલ હતું. બેઠકને સફળ બનાવવા જિલ્લા તાલુકા ટીમના તમામ હિદેદારોએ 100 % હાજરી આપી હતી, સમગ્ર જિલ્લામાં સૌથી વધુ સભ્ય બનાવવા બદલ અને સુંદર કામગીરી કરવા બદલ મોરબી તાલુકાની ટીમનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ, સંદીપભાઈ લોરીયા, રાકેશભાઈ કાંજીયા,અશોકભાઈ સતાસીયા, નવઘણભાઈ દેગામા ગોરધનભાઈ ચીકાણી, ચેતનભાઈ ભાગીયા, મહેન્દ્રભાઈ ગોસરા, કેતનભાઈ વડાવીયા, રાજુભાઈ ગોહિલ તથા જિલ્લા તથા તાલુકા ટીમ ના બધા જ જવાબદાર વ્યક્તિઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ દેકાવડીયાએ કર્યું હતું એમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate