મોરબી : આવતીકાલે તારીખ 6 ઓકટોબર ને શુક્રવારે મોરબીના કબીરધામ ખાતે ચાલતી રામકથા ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક મેગા સર્વ રોગ નિદાન કેમ્પ (દવા સાથે) યોજાશે.સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા એઈમ્સ હોસ્પિટલ દ્વારા 6 ઓકટોબર ને શુક્રવારે સવારે 9 થી 2 વાગ્યા સુધી મોરબીના નાની વાવડીના કબીરધામ ખાતે ચાલતી રામકથા ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક મેગા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં દર્દીઓને તપાસીને ફ્રીમાં જરૂરી દવા પણ આપવામાં આવશે. આ કેમ્પમાં છાતી અને ફેફસાના નિષ્ણાંત ડ. કૃણાલ દેવકર, ડો. જીનેશ દોશી, ડો. નિધિ ખસિયા, પ્રિયંકા, મનોચિકિત્સા નિષ્ણાંત ડો. ગાયત્રી ભાટિયા, ડો. જય પરમાર, કિંજલ કાવાણી, હાડકાના નિષ્ણાંત ડો. અક્ષત ગુપ્તા, ડો. કૃણાલ ઠકરાર, ડો. રવિ ચાવડા, હિરલ ઠુંમર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. પંખુરી ડુબે, ડો. હુમાઇરા સામા, કોમલ ગુપ્તા, જ્યોતિ સૈની, એનેસ્થેસિયા નિષ્ણાંત ડો. સુમિત બંસલ, ડો. આનંદ સોલંકી, ડો. અક્ષય, સુરેશકુમાર, શ્રુતિ, કાન-નાક-ગળાના નિષ્ણાંત ડો. જ્યોતિરંજનદાસ, નિતેશ પાંડે, રાજવી પ્રજાપતિ, આંખના નિષ્ણાંત ડો. કેદાર નિમાવત, પ્રજ્ઞા મિશ્રા, ડો. ફાતિમા પડેલા, અંજના સોલંકી, દીપિકા રાઠોડ, જનરલ સર્જરી નિષ્ણાત ડો. મિનેશકુમાર સિંઘલ, ડો. પ્રિયંકા, ડો. હેતલ વારા, રીના હડાત, ક્રિષ્ના રામ, જનરલ મેડિસિન નિષ્ણાંત ડો. મેહુલ કાલિયા, ડો. કોમલ કુમાર જાંગીર, કિરણ ઝાલા, ચર્મ રોગ નિષ્ણાત ડો. યશદીપ સિંઘ પઠાનિયા, ડો. જાહબી હસન ફાત્મા, ડો. વિનાયક સુવાગીયા, સાધના ચૌહાણ અને બાળ રોગ નિષ્ણાત ડો. પિન્કી મીના, ડો. મનોજકુમાર, ડો. આકાશ કરમટા, અનિતા રાઠોડ, તબ્સસુમ નરેજા સેવા આપશે. તો આ નિદાન કેમ્પનો લાભ લેવા રામકથા આયોજન સમિતિ દ્વારા જણાવાયું છે.