વાંકાનેર : વાંકાનેરમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન આયુર્વેદિક કેમ્પ ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયો હતો. જેમાં આયુર્વેદિક તબીબ દ્વારા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં 26 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે વાંકાનેર ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ, પાર્થધ્વજ યુવક મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા. તેમ વિપુલભાઈ કાપડિયા દ્વારા જણાવાયું હતું.