ટેકનિકલ કારણોસર લેવાયો નિર્ણય: ટ્રેન અંગેની નવી અપડેટ્સ www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર મળી રહેશે મોરબી: વાંકાનેર અને મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો 23 જુલાઈ, 2025 ના રોજ રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જનસંપર્ક કાર્યાલય દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ટેકનિકલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.23 જુલાઈ, 2025 ના રોજ રદ કરાયેલી ટ્રેનો : * મોરબી-વાંકાનેર રૂટ પર: * ટ્રેન નંબર 79452 * ટ્રેન નંબર 79442 * ટ્રેન નંબર 79454 * ટ્રેન નંબર 79444 * ટ્રેન નંબર 79446 * ટ્રેન નંબર 79448 * વાંકાનેર-મોરબી રૂટ પર: * ટ્રેન નંબર 79441 * ટ્રેન નંબર 79443 * ટ્રેન નંબર 79453 * ટ્રેન નંબર 79445 * ટ્રેન નંબર 79447 * ટ્રેન નંબર 79451રેલવે દ્વારા યાત્રીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.