મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા ટેકનિકલ કારણોસર આવતીકાલે, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ રદ કરવામાં આવેલી ટ્રેનોમાં મોરબીથી વાંકાનેર જતી ટ્રેન નંબર 79452, 79442, 79454, 79444, 79446, અને 79448 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાંકાનેરથી મોરબી આવતી ટ્રેન નંબર 79441, 79443, 79453, 79445, 79447, અને 79451 પણ રદ કરવામાં આવી છે.રેલવે દ્વારા પ્રવાસીઓને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા આ ફેરફારને ધ્યાનમાં લે. તેમજ ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે, મુસાફરોને ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરવા યાદીમાં જણાવાયું છે.