માત્ર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોન્ફરન્સથી ચાલશે મોરબી : ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણમાં ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક પછી એક છૂટ આપી રહી છે. આગામી 7મી જૂનથી તમામ સરકારી કચેરીઓમાં 100 ટકા કર્મચારીઓ સાથે કામ શરૂ થવાનું છે. ત્યારે હવે રાજ્યની કોર્ટોમાં ફિઝિકલ હિયરિંગને લઈને હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 7 જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતો ફીઝીકલ હિયરિંગ માટે શરૂ કરવાનો હાઇકોર્ટે નિર્ણય લીધો છે. માત્ર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોન્ફરન્સથી ચાલશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.કોરોનાના ઘટેલા કેસોને લઈને નિર્ણય લેવાયો છે.