16 આવાસ ભાડે દેવાયા હોવાનું ખુલતા 5-5 હજારનો દંડ : તમામ ક્વાર્ટરધારકને સાત દિવસમાં કબ્જો મેળવી લેવા તાકીદ મોરબી : મોરબીમાં રાહત દરે કે સસ્તા દરે સરકારી આવાસ મેળવી લીધા બાદ આવા આવાસ કાં તો ભાડે આપી દેવા અથવા તો બંધ રાખવાનો સિલસિલો ચાલતો હોય, આજે ચીફ ઓફિસર દ્વારા 20 વ્યાક્તિની 10 ટિમ બનાવી ચેકીંગ હાથ ધરાતા 276 આવાસને અલીગઢીયા તાળા લાગેલ હોવાનું અને 16 આવાસ ભાડે આપવામાં આવેલ હોવાનું બહાર આવતા તમામ આસામીઓને પાંચથી સાત દિવસની મોહલત આપવામાં આવી છે અને ભાડે આપનાર આવાસ માલિકોને રૂપિયા પાંચ-પાંચ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. મોરબી નગરપાલિકા દ્વારા કંડલા બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો તૈયાર કરીને 680 જેટલા આવાસો જરૂરીયાતમંદ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ પ્રધાનમંત્રી આવાસોના અમૂક મૂળ લાભાર્થીઓ વધુ નાણાં લ્હાયમાં અમુક લોકોને આવાસો ભાડે આપતા હોય અને ઘણા લોકો ગેરકાયદે પ્રધાનમંત્રી આવાસોમાં રહેતા હોવાની ફરિયાદ મળતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓની 20 કર્મચારીઓની 10 ટીમો દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓચીતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 16 જેટલા ભાડુઆત આ આવાસોમાં ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આ અંગે જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ લભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે માત્રને માત્ર તેમને જ રહેવા માટે આ આશરો આપવામાં આવ્યો છે. ભાડે મકાન આપવા માટે નહીં. આથી, જે 16 ભાડુઆત મળી આવ્યા છે તેને મકાન ભાડે આપનાર મકાન માલિકનોને રૂ.5-5 હજારનો દંડ ફટકારવામાં આવશે. તેમજ 7 દિવસમાં તેઓ રહેવા નહિ આવે તો મકાન ખાલી કરવામાં આવશે. આ ઉપરાંત, આ આવાસોમાં 276 જેટલા આવાસ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હોવા છતાં અહીં તાળા લટકતા હોય આ તમામ લાભાર્થીઓને પણ દિવસ સાતમા આવાસનો કબ્જો સાંભળી લેવા તાકીદ કરવામાં આવી હોવાનું જણાવી તમામ અસામીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાનું ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયાએ જણાવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..