વાંકાનેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરીક્ષામાં A ગ્રુપના કુલ 48,172 વિધાર્થીઓ, B ગ્રુપના કુલ 69,377 વિધાર્થીઓ અને AB ગ્રુપના 383 વિદ્યાર્થીઓ મળીને કુલ 1,17,932 વિધાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી A ગ્રુપના 46013, B ગ્રુપના 66909 વિધાર્થીઓ અને AB ગૃપના 280 વિદ્યાર્થીઓ એમ કુલ 1,13,202 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યમાં A ગ્રુપના કુલ 474 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં 99 થી વધુ PR મેળવેલો છે. જ્યારે B ગ્રુપ ના 678 થી વધુ વિદ્યાર્થીઓએ 99 થી વધુ PR મેળવેલો છે. વાંકાનેર કેન્દ્રની વાત કરીએ તો સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં 113.75 ગુણ સાથે પ્રથમ ક્રમે શેરસિયા અલીના મહેબુબભાઇ આવેલ છે. જેનો PR 99.92 છે. અલીના જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની છે. PR ની દ્રષ્ટિએ આકલન કરીએ તો અલીના સમગ્ર રાજ્યના પ્રથમ 50 વિધાર્થીઓમા આવેલ છે. જે વાંકાનેર કેન્દ્ર માટે ગૌરવવંતી બાબત છે. અલીના આ સફળતા માટે શાળાની સખત મહેનત અને માતા-પિતાની હુંફને કારણરૂપ માને છે. અલીનાના માતા-પિતા બન્ને ડોક્ટર છે અને અલીના હાલ શાળાના કોચિંગ હેઠળ આગામી સપ્ટેમબર માસમાં લેવાનાર NEET પરિક્ષાની તૈયારી કરી રહી છે. જેમાં ઉજ્જ્વળ દેખાવ કરી તે M.B.B.S. માં એડમિશન લેવા ઇચ્છે છે. સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે માથકિયા સાબિર વલીમામદભાઇ આવેલ છે. જે તીથવાના હેલ્થ ઓફિસર વલીમામદભાઈ માથકીયાનો પુત્ર છે. આ વિધાર્થી પણ જ્ઞાનગંગા સ્કૂલનો છે. જેણે 111.25 ગુણ મેળવેલ છે. તેનો PR 99.78 છે. તેમજ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં તૃતીય ક્રમે ત્રણ વિદ્યાર્થીઓ છે. આ ત્રણેય વિધાર્થીઓએ 106.25 ગુણ અને 99.29 PR પ્રાપ્ત કરેલ છે. આ ત્રણ વિધાર્થીઓ પટેલ કૃતિ હરેશભાઇ, ડાભી રાહુલ હેમુભાઇ અને કારેલીયા અશ્વીન મનસુખભાઇ છે. આ ત્રણેય વિધાર્થીઓ પણ જ્ઞાનગંગા સ્કૂલના છે. આમ, આ વખતે વાંકાનેર કેન્દ્રના પ્રથમ 1 થી 3 ક્રમ પર આવેલ તમામ વિધાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..