ચા, પાન-માવાની દુકાનો 31 માર્ચ સુધી બંધ : દરેક પ્રકારના જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે મોરબી : વૈશ્વિક મહામારી કોરોનાને લઈને મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આજ રોજ નાગરિકો માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કોવિડ 19 (કોરોના વાઇરસ)ને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરાયા બાદ ભારતના તમામ રાજ્યોમાં સરકાર દ્વારા ધડાધડ અને એક પછી એક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. વાઇરસના પ્રકોપને અટકાવવા માટે સમયાંતરે તંત્ર દ્વારા નાગરિકો માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન. પી.જોષીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન જોષીએ મોરબી ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(4)થી મળેલી સત્તાની રુએ પણ હુકમ જાહેર કર્યા છે કે, સમગ્ર મોરબી જિલ્લામાં 4થી વધુ વ્યક્તિઓએ એક સ્થળે એકઠા થવું નહીં. મોટી સંખ્યામાં અવર જવર વાળા જાહેર સ્થળો બંધ રાખવા. જાહેર બાગ-બગીચા અને ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવા. ચા, પાન-મસાલાના સ્ટોલ, રેંકડીઓ બંધ રાખવા. હોમ ક્વોરોન્ટાઇનના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું. જેમાં ચૂક જણાશે તો જિલ્લાના ક્વોરોન્ટાઇન વોર્ડમાં ખસેડીને એપિડેમીક ડીસીઝ એક્ટ-1897 ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ જિલ્લાના તમામ કતલખાના અને માંસના વેંચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. લોકોએ બિનજરૂરી આવન જાવન ન કરવી. હાલ આ હુકમની અમલવારી 31 માર્ચ સુધી લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ પર અસીપીસીની ધારા 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/