ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમ 90 ટકા ભરાયો ટંકારા : ટંકારાના મિતાણા પાસે આવેલ ડેમી-1 ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય જેથી ડેમ 90 ટકા જેટલો ભરાઈ જતા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની સ્થિતિ નિર્માણ પામી છે. જેથી ડેમના સેક્શન અધિકારી ડી.જી. કોરડીયા દ્વારા ડેમના હેઠવાસના ગામો જેવા કે મિતાણા, હરિપર, ભૂતકોટડા, હરબટીયાળી, ટંકારા, ધ્રુવનગર અને રાજાવડ ગામને એલર્ટ જાહેર કર્યા છે. આ ગામોમાં લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિતાણા, નેકનામ, છતર, હમીરપર, હરીપર, હરબટીયાળી, સાવડી, સરાયા, ઓટાળા, નેસડા, રોહીશાળા સહિતના ટંકારાથી આથમણી અને દક્ષિણે આવેલા ગામડામા સાંજે મેધાવી માહોલ સર્જાયો હતો જેમાં જોત જોતામાં એક કલાકમા એક ઈચથી ત્રણ ઈચ વરસાદ નોંધાયો છે. એવુ ગામ લોકોએ જણાવ્યું છે.