માળીયા પોલીસે વિદેશીદારૂની 67 બોટલ સાથે સંચાલકને ઝડપી લીધો માળીયા : માળીયા મિયાણાના સોનગઢથી પીપળીયા ગામ જવાના રસ્તે આવેલી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 67 બોટલ સાથે હોટલ સંચાલકને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે સોનગઢથી પીપળીયા ગામ જવાના રસ્તે આવેલી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલમાં દરોડો પાડતા હોટલના સંચાલક પ્રકાશકુમાર મઘારામ શીયાઘ, રહે મુળ બાગલી તા.સાંચોર જી.ઝાલોર (રાજસ્થાન) ના કબ્જા ભોગવટા વાળા હોટલના રૂમમાંથી વિદેશી દારૂ મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-67 કિંમત રૂપિયા 25,125નો જથ્થો મળી આવતા પોલીસે હોટલ સંચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી અટકાયતમાં લીધો હતો.