એન્ટિકવીટી બ્લુ સહિતની બ્રાન્ડનો રૂ.૨.૮૭ લાખનો દારૂ કબ્જે, ડ્રાઇવરની ધરપકડ મોરબી : મોરબી એલસીબીએ અણચારી ટોલનાકા પાસે ટ્રકના ચોરખાનામાં છુપાવેલ એન્ટિકવીટી બ્લુ સહિતની બ્રાન્ડની ૭૨૧ બોટલ વિદેશી દારૂનો રૂ. ૨.૮૭ લાખનો જથ્થો પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસે બાતમીના આધારે અમદાવાદ તરફથી આવતા ટ્રક નં. જીજે ૧૨ બીઝેડ ૭૮૩૧ અટકાવી તલાશી લેતા તેમાં બનાવેલ ચોરખાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ડ્રાઇવર હનુમાનરામ ક્રિષ્નારામ ઢાકા રહે.રાજસ્થાનવાળાની ધરપકડ કરવામાં આવી છે. આ ટ્રકમાંથી પોલીસે એન્ટીકવિટી બ્લુ પ્લેટીનિયમ વ્હીસ્કી ૭૫૦ મી.લીની કાચની બોટલો નંગ- ૨૮ કી.રૂ ૨૬,૮૦૦/-, બ્લેન્ડર પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૪૪ કિ.રૂ.૨૮,૯૦૦/-, સિગ્નેચર રેર વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ- ૩૫ કી.રૂ. ૨૮,૭૦૦/-, ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ- ૧૨૪ કી.રૂ.૨,૧૨,૧૬૦ આમ કુલ ૭૨૧ બોટલ કિ.રૂ. ૨,૮૭,૫૮૦ મળી કુલ રૂ. ૧૨,૯૮,૫૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે.એચ. ભોચીયા, એ.ડી. જાડેજા સહિતના રોકાયેલા હતા.