મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલી પ્રમુખ રેસિડેન્સી ખાતે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું હાલ મોરબી જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની પ્રમુખ રેસિડેન્સી ખાતે આ અક્ષત કળશનું આગમન થયું હતું. આ પ્રસંગે પ્રમુખ રેસિડેન્સી અને આસપાસના લોકોએ અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સૌએ કળશના દર્શન કરીને અયોધ્યામાં યોજાનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગેની માહિતી મેળવી હતી.