મોરબી : ગઈકાલે તારીખ 29 ડિસેમ્બર ને શુક્રવારના રોજ મોરબીના લખધીરવાસમાં રોકડિયા હનુમાન મંદિરથી વિશ્વકર્મા મંદિર સુધી અક્ષત કળશ યાત્રા યોજાઈ હતી. આ તકે, શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે કળશની પૂજા આરતી કરાઈ હતી. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રાને ભવાની ચોકમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કળશ યાત્રામાં જન મેદની ઉમટી પડી હતી અને જય જય શ્રી રામના નારા સાથે લતાવાસીઓએ કળશ યાત્રાને વધાવી હતી. ફટાકડાની આતશબાજી તથા ઢોલ ત્રાસા સાથે કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.