મોરબી : શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી સંતો-મહંતો દ્વારા પુજિત અક્ષત કળશનું મોરબી ખાતે પુજન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી -2 ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર (BAPS) થી અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ખાતે અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.અક્ષત કળશ યાત્રા કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સ્વામી હરિસ્મરણ (BAPS), અતુલભાઈ મુખ્યાજી (મહાપ્રભુજી બેઠક), વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ તથા ભગિની સંસ્થાઓના જીલ્લા તથા શહેરના પદાધિકારીઓ, કાર્યકર્તા અને બહોળી સંખ્યામાં સામાકાંઠા વિસ્તારના સનાતની ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કળશ યાત્રામાં સંતો દ્વારા આર્શિવચન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કળશ યાત્રાના સંયોજક તરીકે પુષ્પરાજસિંહ જાડેજા, સહસંયોજક શિવાંગભાઈ દવે અને સાહુલભાઈ પ્રજાપતિ રહ્યા હતા.