આવતી કાલે રાજકોટમાં અંતિમ દર્શન : ગોંડલ અક્ષર મંદિર ખાતે અગ્નિ સંસ્કાર વિધિ વાંકાનેર : યોગીજી મહારાજ હસ્તે દીક્ષા ગ્રહણ કરનાર યોગીસ્વરૂપ સ્વામીનો અક્ષરવાસ થયો છે,આવતી કાલે રાજકોટમાં અંતિમ દર્શન બાદ ગોંડલ અક્ષર મંદિર ખાતે તેમની અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવશે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેનાર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર અને સાધુતાએ સંપન્ન વડીલ સંત પૂ. યોગીસ્વરૂપ સ્વામીને તારીખ ૮ સોમવારે , સાંજે ૪:૩૦ કલાકે હાર્ટ એટેક આવવાને કારણે ૭૨ વર્ષની વયે ધામમાં પધાર્યા છે. તેઓ રાજકોટમાં શરૂઆતના સમયમાં ખૂબજ વિષમ પરિસ્થિતિમાં પણ ૩૮ વર્ષ સુધી સેવા કરીને શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરી સત્સંગનો અનેરો વિકાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા હતા. સેવા , સાદગી , સંયમ અને સમજણ જેવા અનેક ગુણોથી સંતો - ભક્તોનો રાજીપો મેળવનાર આદર્શ સંતની વિદાયથી બી.એ.પી.એસ. સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ તેઓની સેવા - ભક્તિને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી તેઓની અંતિમ દર્શન વ્યવસ્થાનું આયોજન નીચે મુજબ કરેલ છે. જૂનાગઢ ખાતે સોમવારે અંતિમદર્શન રાખવામાં આવ્યા હતા રાજકોટ ખાતે તા. ૯ને મંગળવાર, એકાદશી સવારે ૭ :૦૦ થી ૯:૦૦ અંતિમ દર્શન બાદ મહાતીર્થધામ અક્ષરમંદિર ગોંડલ ખાતે અગ્નિસંસ્કાર વિધિ આજે સવારે કરવામાં આવી હતી.