ટંકારા : સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કરાયેલા કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. તે હેતુથી તારીખ 14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ખાતે મોરબી જિલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિર સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. જેમાં સવારે રજિસ્ટ્રેશન બાદ ઓપનિંગ સેશન શરૂ થશે. ત્યારબાદ યુવા સંઘના સમાજના ઉત્કર્ષના કાર્યોની માહિતી આપવામાં આવશે. તે પછી ગત વર્ષના કાર્યો અને આગામી કાર્યોની માહિતી, યુવા પાંખના કાર્યો વિશેની માહિતી, મહિલા સંઘના કાર્યો વિશેની માહિતી આપવામાં આવશે. ત્યારબાદ ડો. જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ ઈતિહાસ જ્ઞાન કસોટીના વિજેતાઓને રોકડ ઈનામ ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ પ્રશ્નોતરી, પ્રદેશ હોદ્દેદારોનું માર્ગદર્શન બાદ કાર્યક્રમનું સમાપન થશે. ત્યારબાદ ભોજનનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમમાં સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ- મોરબી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ- માળિયા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ- ટંકારા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ- વાંકાનેર, યુવા પાંખ મોરબી જિલ્લો, યુવા પાંખ મોરબી શહેર/તાલુકા, યુવા પાંખ માળિયા શહેર/તાલુકા, યુવા પાંખ હળવદ શહેર/તાલુકા, યુવા પાંખ ટંકારા શહેર/તાલુકા, યુવા પાંખ વાંકાનેર શહેર/તાલુકા, રાજપૂત મહિલા સંઘ મોરબી જિલ્લા હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે મો.નં. 9825085684, 9925248255, 9727277777 પર સંપર્ક કરવા જણાવાયું છે.