જિલ્લા પ્રમુખ તરીકે ઓમદેવસિંહ જાડેજાની નિમણૂક મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની મોરબી જિલ્લા અને તાલુકાની યુવા પાંખની ટીમની રચના કરવામાં આવી છે. જેમાં યુવા પાંખ મોરબી જિલ્લાની ટીમની વાત કરીએ તો ઓમદેવસિંહ જાડેજાની પ્રમુખ તરીકે, ધર્મદિપસિંહ જાડેજા મહામંત્રી, હરદેવસિંહ પરમાર, રામદેવસિંહ ઝાલા ,અરવિંદસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા અને આશિષસિંહ જાડેજાને ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને ચંદ્રદીપસિંહ જાડેજા, ઓમદેવસિંહ, હાર્દિકસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા અને હરપાલસિંહ ઝાલાની કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના તાલુકા પ્રમુખની વાત કરીએ તો મોરબી તાલુકા પ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે કૃષ્ણસિંહ ઝાલા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે ભગીરથસિંહ જાડેજા, હળવદ તાલુકા પ્રમુખ તરીકે યશરાજસિંહ રાણા અને ટંકારા તાલુકા પ્રમુખ તરીકે જયદિપસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.