મોરબીઃ ગત તારીખ 9 જુલાઈના રોજ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા વિધાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે યુવા નાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી નગરની કારોબારીની ધોષણા કરવામાં આવી હતી. નવી કારોબારીમાં મોરબી નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ સુદ્વા તેમજ નગર મંત્રી તરીકે શિવાંગભાઈ નાનકની નિમણૂક કરવામાં આવી હતીય આ ઉપરાંત નગર સહ મંત્રી તરીકે રાજદિપસિંહ જાડેજા, કર્મદીપસિંહ ઝાલા, જાનવીબેન મણીયાર, નગર ઉપાધ્યક્ષ તરીકે મુક્તાબેન સોલંકી, શિવાનીબેન ગણાત્રા, નગર કાર્યલય મંત્રી તરીકે સંજયભાઈ ગજ્જર, નગર સોશિયલ મીડિયા સંયોજક તરીકે હર્ષિતરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક તરીકે વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક તરીકે કર્મભાઈ કાશુન્દ્રા, નગર કોષાધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી, રમત - ગમત ગતિવિધિ સંયોજક તરીકે નિલેશભાઈ રાણપરા, પ્રેસ મીડિયા સંયોજક તરીકે ધૈર્યભાઈ દવે, છાત્રાવાસ સંયોજક તરીકે વેદાંતભાઈ ઓઝા, 10+2 કાર્ય સંયોજક તરીકે હેતભાઈ કંઝારિયા, કારોબારી સદસ્ય તરીકે રવિભાઈ, પંડ્યા સાગરભાઈ, કુલદીપસિંહ ઝાલા, મિહિરભાઈ રાયકા, અનુરાગભાઈ પવાર ,મૈત્રીભાઈ જોશીની નિમણૂક કરાઈ હતી. જેમાં ABVP ગુજરાત પ્રદેશ wosy આયામના સહ સંયોજક કુશલભાઈ બોસમીયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના દિવસ નિમિતે વિધાર્થીઓને શુભેચ્છા કાર્યક્રમ, જિલ્લાના વિવિધ કેમ્પસમાં 11 માં ધોરણ માં ભણતા વિધાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદજી ટેસ્ટ, સુલેખન જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.