ટંકારા : આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટંકારા શાખાની નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટંકારા શાખાના નગર અધ્યક્ષ તરીકે વાઘાભાઈ ખાંભલા તેમજ નગર મંત્રી તરીકે ધ્રુવરાજસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.