મોરબી : પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર સમયે જે ભારતીય સેનાવીરોએ ભાગ લીધો હતો તેઓને અને સિવિલયનોને પેકેજ આપવામાં આવે તેવી માગ અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવી છે.અખિલ ભારત હિન્દુ મહાસભાએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર સમયે જે ભારતીય સેનાવીરો જોડાયા હતા તેઓને સંવેદના પેકેજ તથા ભોગ બનેલા ભારતના વિવિધ પરિવારોને પેકેજ આપવામાં આવે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સિંધુ જલ સમજૌતા રદ કરવામાં આવ્યો છે ત્યારે સિંધુ નદીના પાણીના પ્રવાહને રાજસ્થાન, પંજાબ થઈને ગુજરાતના કચ્છ અને વેસ્ટ ઝોનના રાજ્યો તરફ વાળીને પાણીનો લાભ આપવો જોઈએ. સિંધુ જલ સંગમ નિગમ બોર્ડ યોજના ફરી પ્રસ્થાપિત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.