મોરબી: આગામી તારીખ 8 નવેમ્બર ને મંગળવારના રોજ સમસ્ત દરબારગઢ વિસ્તાર દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માની શાંતિ માટે અખંડ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ અખંડ રામધુન ચાલુ રહેશે. તો મોરબીના દરેક ધૂન મંડળ તથા ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને આ રામધુનમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.