મોરબી : વવાણીયા મુકામે કુબેર ભંડારી દાદાના મંદિરે તા.22ને બુધવારના રોજ અખંડ રામધૂન યોજાશે. જેનો સમય સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. ભક્તજનો માટે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. આ વેળાએ મહંત દામજીભગત- બગથળા નકલંક ધામ,માતાજી ભાવેશ્વરીજી -મહેન્દ્ર નગર રામધન આશ્રમ પણ ઉપસ્થિત રહેશે. તેમ પ્રભુભાઇ વાઘજીભાઇ આદ્રોજા (દેરાળા)ની યાદીમાં જણાવાયું છે.