મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સમર્પણ હોસ્પિટલ પાછળના ભાગેથી વિદેશી દારૂ વેચવાની પેરવીમાં રહેલા અજિત નામના શખ્સને જુદી-જુદી બ્રાન્ડની 16 બોટલ સાથે ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન સમર્પણ હોસ્પિટલના પાછળના રોડ ઉપરથી અજિતભાઇ બચુભાઇ બણોધરા, ઉંવ ૨૯, રહે. કુબેર ટોકીઝ પાછળ પાણીની ટાંકી સામે મફતીયાપરા મોરબી-૨ મુળ રહે. ગામ-જોગડ તા.હળવદ વાળાને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 16 બોટલ કિંમત રૂપિયા 4800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..