મોરબી : મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું અવસાન થયું હતું. ત્યારે જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે અજય લોરિયા (સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન) દ્વારા R.O ફિલ્ટર પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને સરપંચ મનુભાઈ અમૃતિયા, અલ્પેશભાઈ અઘારા, હીરાભાઈ અમૃતિયાએ આવકારી હતી.