મોરબી : મોરબીના નેશનલ હાઇવેથી ગુંગણ-કૃષ્ણનગરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હતો. જેને પગલે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગને કહી રસ્તાનું રીપેરિંગ કામ શરૂ કરાવ્યું છે. હાલ તેઓ આ કામગીરી ઉપર સતત દેખરેખ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે લાતી પ્લોટમાં રસ્તાની અત્યંત દુર્દશા હતી. ત્યારે તેઓએ પોતાના ખર્ચે મોરમ નાખી રસ્તાનું કામ કરાવ્યું હતું.